ગર્ભસંસ્કાર ની આવશ્યકતા કેમ છે? એક જૈન સંત પૂજા શ્રી ઉદય વલ્લભવિજયજી મહારાજ ના શબ્દો માં ગર્ભવતી અને ગર્ભસંસ્કારી નારી માટે શું સુંદર રચના લખાયેલી છે “ ભાગ્ય ની દેવી રુમઝુમ કરતી દોડતી આવે ..- અને એક રતકુક્ષી ધન્ય માંતા બનવાના પરમ સૌભાગ્યનું કુમકુમ તિલક આ ધન્ય નારી ના લલાટે કરી જાય. અને, ખાતરીપૂર્વક કહી શકાય કે આવી સંસ્કારદાત્રી જાગ્રત જનેતા ની કુક્ષિએ અવતારનારું બાળક આગળ જતા સૃષ્ટ્રિનો શણગાર બને, ધરતી નો ધબકાર બને , આદર્શ અવની નો અલંકાર બને અને પૃથ્વી નું પાનેતર બને.” ગર્ભશ્રીમંત હોવા કરતા ગર્ભસંસ્કારી બનવું હોવું તે જીવન નું ઉંચુ સૌભાગ્ય આજ ના યુગ માં બધા માતા પિતા ને પોતાના બાળક ને સંસ્કારી બનાવો છે, તેને સારી સ્કૂલ માં ભણવા છે, સારું ભણતર, સારા સંસ્કાર, સારી પ્રવૃત્તિ કરાવી છે. પણ ક્યાંક તેના ભવિષ્ય ની ઇમારત ચણાતી હોય તે સમયને સાચવામાં થાપ કઈ જાય છે. આપણા વૈદિક વિદ્યાઓ જે આપણા ઋષિમુનિઓ દ્વારા રચવામાં આવી હતી જેવી કે જ્યોતિષ વિદ્યા, ખગોળીય વિદ્યા, ભૂસ્તરીય, સ્થાપત્ય, ગણિતવિદ્યા, નક્ષત્ર વિદ્યા જેવી સેંકડો વિદ્યા રચયી તેમાં એક ગર્ભસંસ્કાર પણ તેમનું એક બહુજ જરૂરી જ્ઞાન છે. જ...