માતા ના વિચાર આવનારાં બાળક પર કઈ રીતે અસર કરે છે?
કૃષ્ણમૂર્તિ કહેતા હતા કે ગર્ભસંસ્કાર આપણે ઉત્તમ ઈજનેર શિક્ષક તૈયાર કરવા માટે મોટા વિશ્વવિદ્યાલયો,સ્કૂલો કોલેજીસ અને ઘણાં કોચિંગ સેન્ટર બનાવ્યા છે પણ તેના કરતા પર મોટી જવાબદારી જે કોઈ વિશ્વવિદ્યાલયમાં નથી શીખવવામાં આવતી તે છે એક સારા સંસ્કારી ગુણવાન અને ચરિત્રવાન બાળકના માતા-પિતા બનવાનું. દરેક માતા-પિતાનું એક સ્વપ્ર હોય છે કે તેમનું સંતાન હોય ગુણવાન સાહસી અને શૂરવીર હોય પણ તેના માટે તેમને સંતાનને જન્મ આપવા અને તેમના સંસ્કાર ને સિંચવા માટે કટિબદ્ધ રહેવું પડતું હોય છે.
સગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રી શું ખાય છે કેટલું ખાય છે શું વિચારે છે કેવા વિચાર કરે છે તેના આધાર પર બાળકના આંતરિક અને બાય અંગોની રચના થાય છે. બાયો રચના પ્રમાણે બાળક તેના રૂપ રંગ અને શરીરનો વિકાસ કરે છે અને બાળકનો આંતરિક વિકાસ માતા શું વિચારે છે માતા શું વાંચે છે અને માતા શું શું જોવે છે તેના આધાર પર તેનો માનસિક વિકાસ થાય છે.
માતા ના વિચાર પરથી જ નક્કી થાય છે તેનું આવનારું બાળક કેવું હશે તેનો આવનારું બાળક નિર્ભય મન વાળું હૃદયને સ્પર્શે તેવું કુશાગ્ર બુદ્ધિ વાળો બને તે માટે દરેક માતાએ ઈશ્વર પાસે તે સંતાન ને માંગવા માટે ગર્ભસંસ્કાર નો ઉપયોગ કરવો જોઈએ.
ગર્ભસંસ્કાર નું વૈદિક જ્ઞાન ભારત માં ઓછામાં ઓછા દસ હજાર વર્ષથી પ્રચલિત છે
બુદ્ધિશાળી સંતાન પ્રાપ્ત કરવાની ચાવી છે ગર્ભસંસ્કાર. ગર્ભસ્થ શિશુમાંસદગુણોનું સિંચન સાથે સાથે તેનું મગજ ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ જે ગર્ભની અંદર ઘડાઈ રહ્યા છે તેમાં ઉત્તમ બુદ્ધિ ક્ષમતા મરણશક્તિ અને ગ્રહણશક્તિ વધે તેના માટે ચાર વિભાગમાં જેવીકે બુદ્ધિ, મેથા, સ્મૃતિ અને પ્રજ્ઞા વિકરો તેવા પ્રયન કરવા જોઈએ. જેવા આપણા વિચાર તેવું જ આપણું વ્યક્તિત્વ તેવી જ રીતે જેવા ગર્ભસ્થ શિશુ ની માતા ના વિચાર તેઓ જ આવનારું બાળક નું અસ્તિત્વ બને છે.
પશ્ચિમી દેશોમાં વૈજ્ઞાનિક ઢબે ૧૯૪૭થી હજુ ઘણા બધા સંશોધન ચાલી રહ્યા છે અને તે લોકોએ શુપર ચાઇલડ નો કોન્સેપ્ટ પણ અમલમાં મૂક્યો છે પરદેશમાં માતા-પિતા ગર્ભસંસ્કાર ની માહિતી રસપૂર્વક લઈ તેનો ચુસ્તપણે અમર કરે છે જ્યારે આપણા દેશમાં પણ ગર્ભસંરકાર થકી એક બુદ્ધિવાન સંસ્કારી અને ઉત્તમ આરોગ્ય વાળું બાળક આવે તેવા પ્રયત્ન કરવા જોઈએ.

Comments
Post a Comment