Posts

Image
 ગર્ભસંસ્કાર ની આવશ્યકતા કેમ છે?  એક જૈન સંત પૂજા શ્રી ઉદય વલ્લભવિજયજી મહારાજ ના શબ્દો માં ગર્ભવતી અને ગર્ભસંસ્કારી નારી માટે શું સુંદર રચના લખાયેલી છે “ ભાગ્ય ની દેવી રુમઝુમ કરતી દોડતી આવે ..- અને એક રતકુક્ષી ધન્ય માંતા બનવાના પરમ સૌભાગ્યનું કુમકુમ તિલક આ ધન્ય નારી ના લલાટે કરી જાય. અને, ખાતરીપૂર્વક કહી શકાય કે આવી સંસ્કારદાત્રી જાગ્રત જનેતા ની કુક્ષિએ અવતારનારું બાળક આગળ જતા સૃષ્ટ્રિનો શણગાર બને, ધરતી નો ધબકાર બને , આદર્શ અવની નો અલંકાર બને અને પૃથ્વી નું પાનેતર બને.” ગર્ભશ્રીમંત હોવા કરતા ગર્ભસંસ્કારી બનવું હોવું તે જીવન નું ઉંચુ સૌભાગ્ય આજ ના યુગ માં બધા માતા પિતા ને પોતાના બાળક ને સંસ્કારી બનાવો છે, તેને સારી સ્કૂલ માં ભણવા છે, સારું ભણતર, સારા સંસ્કાર, સારી પ્રવૃત્તિ કરાવી છે. પણ ક્યાંક તેના ભવિષ્ય ની ઇમારત ચણાતી હોય તે સમયને સાચવામાં થાપ કઈ જાય છે. આપણા વૈદિક વિદ્યાઓ જે આપણા ઋષિમુનિઓ દ્વારા રચવામાં આવી હતી જેવી કે જ્યોતિષ વિદ્યા, ખગોળીય વિદ્યા, ભૂસ્તરીય, સ્થાપત્ય, ગણિતવિદ્યા, નક્ષત્ર વિદ્યા જેવી સેંકડો વિદ્યા રચયી તેમાં એક ગર્ભસંસ્કાર પણ તેમનું એક બહુજ જરૂરી જ્ઞાન છે. જ...
Image
 ગર્ભસંસ્કારથી થતા ફાયદા "જેવું ચિંતવશો એવું જ થશે હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે." ગર્ભ સંસ્કાર એ વૈદિક કાળથી પ્રચલિત એક પ્રાચીન ભારતીય આધ્યાત્મિક અભ્યાસ છે અને તે ગર્ભ અથવા ગર્ભમાં ગર્ભના પાત્ર અને વ્યક્તિત્વને આકાર આપવા માટે જાણીતી છે. આમ, ગર્ભ સંસ્કારનો અર્થ માત્ર ‘ગર્ભમાં રહેલા ગર્ભના મનને શિક્ષિત કરવાનું' એવો થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાની હકારાત્મક અસર સગર્ભાવસ્થાની લંબાઈ અને પ્રીમેચ્યોર ડિલિવરીના જોખમમાં ઘટાડા સાથે સંકળાયેલી છે(૧) પ્રેગ્નનસી દરમિયાન માતા તેના જે રીતના અભિગમ રાખે છે તેના હિસાબે ગર્ભસ્થ શિશુ નો વિકાસ થતો જોવા મળેલ છે. જે માતા તેની પ્રેગ્નનસી દરમિયાન વધારે પડતા સ્ટ્રેસ કે નેગેટિવે વિચાર કરતી હોય તેમાં પ્રીમેચ્યોર ડિલિવરી એટલે કે અધૂરા મહિને અને ઓછા વજન નું બાળક આવવાનું જોખમ રહેલું છે, અને પછી તે બાળક ને પ્રેનેન્ટલ કરે કે નિઓન્ટોલોજિસ્ટ ની દેખરેખ નીચે હોસ્પિટલ માં દાખલ કરવાનું થાય છે. જે સમય બહુ પીડા દાયક અને વધારે ચિંતા નો થઇ જતો હોય છે. તેથી જ માતા માટે તેની ગર્ભવ્યવસ્થા દરમિયાન પોઝિટિવિટી ની બહુજ જરૂરી હોય...
Image
  માતા ના વિચાર આવનારાં બાળક પર કઈ રીતે અસર કરે છે?  કૃષ્ણમૂર્તિ કહેતા હતા કે ગર્ભસંસ્કાર આપણે ઉત્તમ ઈજનેર શિક્ષક તૈયાર કરવા માટે મોટા વિશ્વવિદ્યાલયો,સ્કૂલો કોલેજીસ અને ઘણાં કોચિંગ સેન્ટર બનાવ્યા છે પણ તેના કરતા પર મોટી જવાબદારી જે કોઈ વિશ્વવિદ્યાલયમાં નથી શીખવવામાં આવતી તે છે એક સારા સંસ્કારી ગુણવાન અને ચરિત્રવાન બાળકના માતા-પિતા બનવાનું. દરેક માતા-પિતાનું એક સ્વપ્ર હોય છે કે તેમનું સંતાન હોય ગુણવાન સાહસી અને શૂરવીર હોય પણ તેના માટે તેમને સંતાનને જન્મ આપવા અને તેમના સંસ્કાર ને સિંચવા માટે કટિબદ્ધ રહેવું પડતું હોય છે. સગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રી શું ખાય છે કેટલું ખાય છે શું વિચારે છે કેવા વિચાર કરે છે તેના આધાર પર બાળકના આંતરિક અને બાય અંગોની રચના થાય છે. બાયો રચના પ્રમાણે બાળક તેના રૂપ રંગ અને શરીરનો વિકાસ કરે છે અને બાળકનો આંતરિક વિકાસ માતા શું વિચારે છે માતા શું વાંચે છે અને માતા શું શું જોવે છે તેના આધાર પર તેનો માનસિક વિકાસ થાય છે. માતા ના વિચાર પરથી જ નક્કી થાય છે તેનું આવનારું બાળક કેવું હશે તેનો આવનારું બાળક નિર્ભય મન વાળું હૃદયને સ્પર્શે તેવું કુશાગ્ર બુદ્ધિ વાળો બને...
Image
ગર્ભસંવાદ કઈ રીતે કરવા? 1. ગર્ભસંવાદ માટે સ્થળ પસંદગી ઘણી મહત્ત્વની છે. તમે ઘણી અલગ અલગ જગ્યા પર આ સંવાદ કરી શકો. જેમ કે, પૂજાસ્થળ, બેડરૂમ, ખુલ્લા આકાશ નીચે, વૃક્ષ પાસે વગેરે. ટૂંકમાં તમે જગ્યા એવી પસંદ કરો કે, ત્યાં તમે પૂરેપૂરા ધ્યાનમાં ડૂબી શકો. 2. એ રીતે બેસો કે, જેથી વધુ હલનચલન કરવાની જરૂર ના પડે. જેટલા સ્થિર બેસી શકશો એટલી બાળકને ફિલ કરવાની સેન્સિટિતિલ વધશે. શાંત અને સ્થિર બેસવાથી અંદરની મૂવમેન્ટને અનુભવી શકાશે. ૩. બંને હાથને કોમળતાથી પેટ પર રાખીને સંવાદ કરો. 4. જો શક્ય હોય તો આસપાસ સુગંધિત અગરબત્તી અથવા ધૂપ કરો, જેથી વાતાવરણ ખુશનુમા બને. જેથી તમારું મન પ્રસન્ન થશે અને યાદ રહે, પ્રસન્ન મન જ સંવાદ કરી શકે. 5. સંવાદ વાંચી વાંચીને નથી કરવાનો. તમારે જે વિષય પરનો સંવાદ કરવો હોય એ સંવાદ અને વિષયને બરાબર સમજી લો, શક્ય હોય તો એક કાગળમાં લખી પણ લો. આ સંવાદમાં તમે જે વાત કરવાના હોવ એને તમે પોતે બરાબર સમજો અને આત્મસાત કરી લો. પછી આંખ બંધ કરીને તમારા કાન સાંભળી શકે એટલા અવાજથી સંવાદ કરો. 6. આખા સંવાદ દરમિયાન તમે હાજર રહો. એઓ એક શબ્દ અને વાક્ય બોલો ત્યારે એ ભાષાની પાછળ છુપાયેલ અર્થ અને ભા...
Image
ગર્ભસંવાદ એટલે શું ? તમને ખબર છે!? જીવનભર આપણે જે કંઈ શીખીએ છીએ એ સંવાદ થકી શીખીએ છીએ. આ સંવાદ એટલે શબ્દોની જ આપ-લે એવું નથી. સંવાદ એટલે સામે રહેલી વ્યક્તિ, વસ્તુ કે ઘટના સાથે અનુસંધાન સાધીને શબ્દો, સ્પર્શ કે લાગણીની મદદ લઈને સંવેદનાની આપ-લે થવી. તમે જોયું હશે, ઘણી વખત અમુક વ્યક્તિ સાથે ફક્ત આંખોથી જ વાત અથવા ભાવની આપ—લે થઈ જતી હોય છે, જ્યારે અમુક લોકો સાથે ગમે તેટલી કોશિશ કરીએ તો પણ સંવાદ સાધી ના શકાય. વેવલેન્થ મેચ જ ન થાય. જ્યારે વેવલેન્થ મેચ ના થાય ત્યારે કોઈ જ સંવાદ સાધી ના શકાય. એટલે ગર્ભસંવાદને સમજતાં પહેલાં આપણે સંવાદ એટલે શું એ સમજવું પડશે, અને એ પછી સ્વ—સંવાદ કરતા શીખવું પડશે, પછી ગર્ભસંવાદ સુધી પહોંચી શકાશે. ઘણી સ્ત્રીઓ પૂછતી હોય છે કે, અમારે ગર્ભસ્થ શિશુ સાથે શું સંવાદ કરવો એનું માર્ગદર્શન આપો, ત્યારે અમારો એક જ સવાલ હોય છે કે, શું તમે ક્યારેય તમારા સ્વ સાથે, તમારી જાત સાથે વાતો કરી છે ખરી? એટલે એમનો જવાબ હોય કે ના, એ વળી કઈ રીતે થાય અને એનો શું મતલબ ? આમ તો આપણું મન સતત બોલ બોલ જ કરતું હોય છે. ક્યારેક આંખ બંધ કરીને એને ઓબ્ઝર્વ કરવાની કોશિશ કરજો, એક ક્ષણ માટે પણ એ મૌન નહીં હ...
Image
  Dr. Purti's Guide to Garbhsanskar: 10 Essential Tips for a Healthy Pregnancy Introduction: Welcome to Dr. Purti's comprehensive guide to Garbhsanskar, a holistic approach to nurturing a healthy pregnancy. Garbhsanskar is a concept rooted in ancient Indian traditions, emphasizing the well-being of both the mother and the growing baby. Let's explore ten essential tips to ensure a harmonious and joyous pregnancy journey. 1. Nourish with Nutrient-Rich Foods: Dr. Purti emphasizes the importance of a well-balanced diet rich in essential nutrients. Incorporate a variety of fruits, vegetables, whole grains, and proteins to provide the building blocks for your baby's development. 2. Prioritize Prenatal Care: Regular check-ups with Dr. Purti are crucial. These appointments monitor your health and the baby's growth, allowing for early detection and management of any potential issues. Follow medical advice diligently for a smooth pregnancy experience. 3. Avoid Harmful Subs...
Image
  डॉ. पूर्ति की गर्भसंस्कार: एक दिव्य, स्वस्थ, और बुद्धिमान भविष्य की ओर काम करते हुए गर्भसंस्कार के दुनिया में आपका स्वागत है, जो एक दिव्य, स्वस्थ, और बुद्धिमान शिशु को पालने के लिए एक पूर्णत: दृष्टिकोण है। इस ब्लॉग पोस्ट में, हम गर्भावस्था के दौरान पोषण के महत्व को जांचेंगे और पारंपरिक भारतीय आहार कैसे गर्भसंस्कार के सिद्धांतों के साथ सही मेल खाते हैं, इसे जानेंगे। गर्भसंस्कार में भारतीय आहारों की शक्ति गर्भसंस्कार का महत्वपूर्ण हिस्सा गर्भावस्था के दौरान आहार का है। आइए देखें कि परंपरागत भारतीय आहार कैसे इस प्रैक्टिस के लिए आदर्श नींव प्रदान करते हैं। एक गर्भसंस्कार आहार की नींव के भंडार 1. संतुलित आहार संतुलित आहार गर्भसंस्कार का मूल है। यह सुनिश्चित करता है कि मां और शिशु दोनों को आवश्यक पोषण मिलता है जो स्वास्थ्य और विकास के लिए आवश्यक है। 2. एक दिव्य बच्चे के लिए महत्वपूर्ण पोषक तत्व अ. फोलिक एसिड: "फोलेट-युक्त भारतीय आहार" फोलेट को पैदा होने की खतरनाकियों से बचाने के लिए महत्वपूर्ण माना जाता है। आइए जानें कि फोलेट से भरपूर भारतीय आहार का भाग क्या होना चाहिए। ब. आयरन: ...