ગર્ભસંસ્કારથી થતા ફાયદા
"જેવું ચિંતવશો એવું જ થશે હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે."
ગર્ભ સંસ્કાર એ વૈદિક કાળથી પ્રચલિત એક પ્રાચીન ભારતીય આધ્યાત્મિક અભ્યાસ છે અને તે ગર્ભ અથવા ગર્ભમાં ગર્ભના પાત્ર અને વ્યક્તિત્વને આકાર આપવા માટે જાણીતી છે. આમ, ગર્ભ સંસ્કારનો અર્થ માત્ર ‘ગર્ભમાં રહેલા ગર્ભના મનને શિક્ષિત કરવાનું' એવો થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન માતાની હકારાત્મક અસર સગર્ભાવસ્થાની લંબાઈ અને પ્રીમેચ્યોર ડિલિવરીના જોખમમાં ઘટાડા સાથે સંકળાયેલી છે(૧) પ્રેગ્નનસી દરમિયાન
માતા તેના જે રીતના અભિગમ રાખે છે તેના હિસાબે ગર્ભસ્થ શિશુ નો વિકાસ થતો જોવા મળેલ છે. જે માતા તેની પ્રેગ્નનસી દરમિયાન વધારે પડતા સ્ટ્રેસ કે નેગેટિવે વિચાર કરતી હોય તેમાં પ્રીમેચ્યોર ડિલિવરી એટલે કે અધૂરા મહિને અને ઓછા વજન નું બાળક આવવાનું જોખમ રહેલું છે, અને પછી તે બાળક ને પ્રેનેન્ટલ કરે કે નિઓન્ટોલોજિસ્ટ ની દેખરેખ નીચે હોસ્પિટલ માં દાખલ કરવાનું થાય છે. જે સમય બહુ પીડા દાયક અને વધારે ચિંતા નો થઇ જતો હોય છે. તેથી જ માતા માટે તેની ગર્ભવ્યવસ્થા દરમિયાન પોઝિટિવિટી ની બહુજ જરૂરી હોય છે જે ગર્ભસંસ્કાર ની અલગ અલગ પ્રવૃત્તિ થાકે દરરોજ માતા કરી શકે.
હાવર્ડ મેડિકલ સ્કૂલ ના સંશોધક ડો. રાઈટએ ૩૮૭ માતાઓ અને તેમના સંતાનો નો અભ્યાસ કરી ને તારણ કાઢ્યું કે માતાના ના તણાવ ની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પાર પડે છે. અને જે સગર્ભા સ્ત્રી તણાવગ્રસ્ત હોય તેનું આવનારું બાળક માં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન અતિશય તણાવ થી મંદબુદ્ધિ નું બાળક પણ જન્મી શકે છે. તેથી જ ગર્ભસંસ્કાર થાકી કોઈ જો સગર્ભા સ્ત્રી આનંદ માં રહે, કુટુંબીજનો તેને ખુશ રાખવા માટે પ્રેરિત કરે તેટલું જ સ્વસ્થ અને આનંદી બાળક આવી શકે છે.
ગર્ભ સંસ્કાર પ્રથાઓ અને અજાત બાળકો પર તેમની અવિશ્વસનીય લાભદાય અસરોને સમર્થન આપતા પુરાવાઓની સંખ્યા સતત વધી રહી છે. તબીબી સંશોધ- મુજબ ગર્ભ માત્ર સંવેદના જ નહીં પરંતુ બાહ્ય ઉત્તેજનાને પણ પ્રતિક્રિયા આપે છે.
માનવ મગજ નો વિકાસ નો ક્રમ પણ ગર્ભવસ્થાને આધીન છે. એક સર્વે પ્રમાણે
ગર્ભવ્યવસ્થા દરમિયાન : ૮૦% બાળક ના મસ્તિષ્ક નો વિકાસ થાય છે
પ્રથમ ૨.૫ વર્ષ માં : ૧૦% બાળક નો વિકાસ થાય છે
પછીનું આખું જીવન : ૧૦% વિકાસ થાય છે.
“ ગર્ભસંસ્કાર તે નસીબ પાર પુરુસાર્થ નો વિજય છે ”

Comments
Post a Comment