ગર્ભસંસ્કાર ની આવશ્યકતા કેમ છે?
એક જૈન સંત પૂજા શ્રી ઉદય વલ્લભવિજયજી મહારાજ ના શબ્દો માં ગર્ભવતી અને ગર્ભસંસ્કારી નારી માટે શું સુંદર રચના લખાયેલી છે
“ ભાગ્ય ની દેવી રુમઝુમ કરતી દોડતી આવે ..-
અને એક રતકુક્ષી ધન્ય માંતા બનવાના
પરમ સૌભાગ્યનું કુમકુમ તિલક આ ધન્ય નારી ના લલાટે કરી જાય. અને, ખાતરીપૂર્વક કહી શકાય કે આવી સંસ્કારદાત્રી જાગ્રત જનેતા ની કુક્ષિએ અવતારનારું બાળક આગળ જતા સૃષ્ટ્રિનો શણગાર બને, ધરતી નો ધબકાર બને , આદર્શ અવની નો અલંકાર બને અને પૃથ્વી નું પાનેતર બને.”
ગર્ભશ્રીમંત હોવા કરતા ગર્ભસંસ્કારી બનવું હોવું તે જીવન નું ઉંચુ સૌભાગ્ય
આજ ના યુગ માં બધા માતા પિતા ને પોતાના બાળક ને સંસ્કારી બનાવો છે, તેને સારી સ્કૂલ માં ભણવા છે, સારું ભણતર, સારા સંસ્કાર, સારી પ્રવૃત્તિ કરાવી છે. પણ ક્યાંક તેના ભવિષ્ય ની ઇમારત ચણાતી હોય તે સમયને સાચવામાં થાપ કઈ જાય છે. આપણા વૈદિક વિદ્યાઓ જે આપણા ઋષિમુનિઓ દ્વારા રચવામાં આવી હતી જેવી કે જ્યોતિષ વિદ્યા, ખગોળીય વિદ્યા, ભૂસ્તરીય, સ્થાપત્ય, ગણિતવિદ્યા, નક્ષત્ર વિદ્યા જેવી સેંકડો વિદ્યા રચયી તેમાં એક ગર્ભસંસ્કાર પણ તેમનું એક બહુજ જરૂરી જ્ઞાન છે. જે જાણતા અજંતા આપણે, આપણા પૂર્વજો એ, આપણા સંત મહાત્મા ના માતા પિતા એ અને આપણા ઋષિમુનિઓ એ ઉપયોગ કરેલ જ છે.
પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગી માં કોઈ ને ગર્ભસંસ્કાર નો આઇડિયા નથી અથવા તો કોઈ તેને લઈને ગેર માન્યતા છે. માતા નું અજ્ઞાન, મનોરંજન નો શોખ, અને અનેક રજોગુણી પ્રવૃતિઓ, વધારે પડતો ટેલીવિસીઓન અને મોબાઇલ નો ઉપયોગ, ફેસબુક, ઇન્સ્ટા, યૂટ્યૂબ, વેબ સિરીઝ કે tv સીરીયલ માં પરોવાયેલા રહેતા માતા જાણતા અજાણતા પોતાની આવનાર બાળક ના ભવિષ્યની ઇમારત જ નબળી બનાવી રહી છે.
રજોગુણી પ્રવૃત્તિ ઓ ની એક ગર્ભસ્થ શિશુ ના માનસપટ પાર ઘણી ઊંડી છાપ પડે છે. ગર્ભસંસ્કાર એક એવું વિજ્ઞાન છે કે એક રાક્ષસ ના ઘર માં પણ ભક્ત નો જન્મ કરવા માટે પર્યાપ્ત છે. ચાલો સમજીએ.
હિરણ્યકશ્યબ એક રક્ષક હતો છતાં પણ તેવા અસુર ની પત્નીના ગર્ભ ઉપર નારદજી જેવા સાંતના ઉપદેશ ની પ્રબળ અસર ભક્ત પ્રહલાદનો જન્મ થયો. હવે વિચારો એક એક આસુરી કુળમાં પણ ભક્ત જન્મે છે ગર્ભાવસ્થા સમયે આવનાર બાળક ને ગર્ભ જ્ઞાન નું સિંચન કરવાથી તો પછી આપણા માટે પણ તે શક્ય જ છે.
એક સંશોધકે તો ત્યાં સુધી કર્યુ છે કે
“એક ભૂલ નું ફળ ૨૦ લાખ નિગ્ન સંતાનો”
તે સંશોધક મુજબ જો કોઈ માતા પિતા નિમ્ર કક્ષાના સંતાન ને જન્મ આપે તો તે ગર્ભસંસ્કાર થી અજ્ઞાની માતા પિતા નો દોષ ૫૦૦ વર્ષ સુધી આવનારી પેઢી પણ ભોગવે છે. કારણ કે અયોગ્ય પ્રજા ના તો પોતાના ઘરને,કુળ ને સમાજ ને કે દેશ ને આગળ લાવશે. તે માત્ર ઘર અને દુનિયા માટે ભાર રૂપ જ બની રહેશે. જેથી ગર્ભસંસ્કાર ની અવશક્યતા પહેલા ના જમાના કરતા પણ અત્યારે ઘણી વધારે છે.
ગર્ભસંસ્કાર સાથે ઘણી ગેરમાન્યતા, કે ગેરસમજ જોડાયેલી નજરે પડે છે જેવી કે
ગર્ભસંસ્કાર એટલે હોમ હવન
ગર્ભસંસ્કાર એટલે તંત્ર મંત્ર કે કોઈ સ્લોક બોલી ને કરવાની પ્રવૃત્તિ
ગર્ભસંસ્કાર એટલે નોર્મલ ડિલિવરી કરવા માટે ની વ્યવસ્થા
- ગર્ભસંસ્કર એટલે જુનવાણી વિચાર મગજ માં નાખવાની પ્રક્રિયા
– ગર્ભસંસાર એટલે આયુર્વેદિક ઔષધિ કે ગૌમૂત્ર લેવાની પ્રક્રિયા
- ગર્ભસંસ્કર એટલે કામ માં કોઈ દવા નાખી ને બોલવામાં આવતો મંત્ર
ગર્ભસંસ્ક એટલે ઘરગથ્થુ ઉપચારો નો સંગ્રહ
- ગર્ભસંસ્કાર એટલે ફીલગુડ કરાવે તેવી વાતો નો સંગ્રહ
• ગર્ભસંસ્કાર શીખવા માટે બહુ સમય ની જરૂર પડે
ગાર્બસંસ્કાર એટલે કોઈ યોગ
આવી તો ઘણી માન્યતા ઓ ઘણી બધી માતા ના મન માં રહેલી છે.

Comments
Post a Comment